Welcome
Photo of Shrinathji
About Shrinathji
Krishna Bhajan
Live Darshan
Other Temple Info
Arati-Bhajan
Hanuman Chalisa-Bhajan
Hindusium
Shirdi Sai -Bhajan
Upload Your photo
Audio Arati- Bhajan
Meditations
Hindu-Saint
Good  Hindu Story
Dadimanu  Aushadh
Games
Classified Ad
Disclaimer
Our Inspiration
Contact Us
Site Map
e-mail me



 



જાગ્રત મન અને અર્ધજાગ્રત મન વચ્ચે સતત સંદેશાની આપલે ચાલતી હોય છે તે એકબીજાના સાથ-સહકારથી કામ કરવા માટે જરૂરી છે. આપણે આગળ જોયું તેમ અર્ધજાગ્રત મન ફકત ચિત્રોની ભાષા જ સમજતું હોવાથી જાગ્રત મને ચિત્ર દ્વારા જ સૂચન કરવાના હોય છે એટલે કે મનોચિત્રણ દ્વારા જ અર્ધજાગ્રત મનને સૂચનાઓ આપે છે જયારે જાગ્રત મન ચિત્ર સિવાયની પણ ભાષા સમજતું હોવાથી અર્ધજાગ્રત મન તેને જુદી જુદી રીતે સંદેશા મોકલતું હોય છે. એ માટે મૂળભૂત જરૂરિયાત એ છે કે, જાગ્રત મન સંદેશા ઝીલતી વખતે સુષુપ્ત કે નિષ્ક્રિય હોવું જોઇએ.

આપણે જયારે જીવનના કોઇ પ્રશ્નમાં ગૂંચવાઇ જઇએ ત્યારે એ પ્રશ્નના ઉકેલ વિશે જેટલી બને તેટલી માહિતી જાગ્રત મનથી એકઠી કરવાની અને એ માહિતીનું રાત્રે સૂતી વખતે મનન કરવાનું. પછી સૂતાં પહેલાં અર્ધજાગ્રત મનને સૂચવવાનું કે મને આ સમસ્યાનો ઉકેલ મળતો નથી. મને ખબર છે કે તારી પાસે આ સમસ્યાનો ઉકેલ છે જ.

તો આવતી કાલે સવારે અથવા તને જયારે ઠીક લાગે ત્યારે મને આ સમસ્યાનો ઉકેલ તારી દિવ્યશકિત દ્વારા મેળવી મને જણાવજે. હું નિશ્ચિંત થઇને સૂઇ જાઉ છું. આ સમસ્યા હવે તારે હવાલે કરું છું. એટલું મનમાં બોલીને સૂઇ જવાનું.

આ રીતે અર્ધજાગ્રત મનને સોંપેલ કામ અર્ધજાગ્રત મન સચોટ રીતે કરી, તમારો પ્રશ્ન કઇ રીતે ઉકેલી શકાય તેનો પ્લાન તમને ઉપર કહ્યાં પ્રમાણે સપનામાં કે જાગ્રતાવસ્થામાં તમે જયારે શાંતિથી બેઠા હો ત્યારે તેની આગવી ભાષામાં દેખાડશે.

તમે જયારે તમારા અર્ધજાગ્રત મનમાં ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને કોઇ પણ સમસ્યા ભગવાન ઉપર છોડી દેશો તો તમારા જીવનમાં હવે જરા પણ નિરાશા કે લાચારી નહીં હોય. હોઇ જ ના શકે.

હવે બીજો મુદ્દો. આપણે ઠરાવેલા હકારાત્મક સંદેશા અર્ધજાગ્રત મન સુધી કઇ રીતે પહોચાડવા? એના ત્રણ રસ્તા છે :

પહેલો રસ્તો છે જાગ્રત મનની મદદ લેવાનો. જાગ્રત મન દ્વારા અર્ધજાગ્રત મન સુધી પહોંચી જવાનો. તમે જે સંદેશો અર્ધજાગ્રત મનમાં પહોંચાડવા ઇરછતા હો તે એક કાગળ પર લખી નાખો. તે ખિસ્સામાં રાખો અને જયારે અનુકૂળતા મળે ત્યારે તે વાંચી જાઓ.

તમે ઓફિસમાં કામ કરતા હો તો તમારા મેજની સપાટી પરના કાચ તળે એ કાગળ મૂકી રાખો, જેથી વારંવાર તેના પર નજર પડે. તે વંચાતો રહે. અગર, તમને એ સંદેશો વહેલી સવારે યા સૂવા જાઓ તે વેળા દસથી પંદર વાર એક એક શબ્દ અલગ અલગ ઉરચારીને બોલી જાઓ.

આવા સતત પ્રયત્નોને કારણે તે સંદેશા અર્ધજાગ્રત મનમાં ઊતરશે. બીજો રસ્તો છે કૃત્રિમ તંદ્રાવસ્થાની પરિસ્થિતિ પેદા કરવાનો. કૃત્રિમ રીતે તંદ્રાવસ્થાની સ્થિતિ દરમિયાન અર્ધજાગ્રત મનમાં ઇચ્છિત વિચારો દાખલ કરી લો.

તંદ્રાવસ્થાની પરિસ્થિતિ તમે કૃત્રિમ રીતે પેદા કરી શકો છો! જરૂર પડશે એક ટેપરેકર્ડરની. એના પર તમને તંદ્રાવસ્થા તરફ દોરી જાય તેવાં સૂચનો રેકર્ડ કરી લો.

આ ટેપરેકર્ડરની મદદથી તંદ્રાવસ્થા દરમિયાન તમારા અજ્ઞાત મનમાં તમે ઇચ્છેલાં વિધાનો દાખલ થઇ ગયાં હશે. આ ક્રિયા તમારે રોજ એક યા બે વાર, ચારથી પાંચ અઠવાડિયા કરવાની રહેશે. એટલું કરશો એટલે એ ક્ષેત્ર પૂરતો તમારા વર્તનમાં નવો પલટો જોવા મળશે.

ટેપરેકર્ડર પર સંદેશાઓ અંકિત કરી દીધા છે. હવે બીજો પ્રશ્ન તેના પ્રયોગો કરવા માટે શ્રેષ્ઠ સમય કયો? તે માટે રાત્રે સૂવા જાઓ તે સમયની હું ભલામણ કરીશ. તમે પથારીમાં પડયા હો તે વેળા રેકોર્ડિંગ ચાલુ કરશો અને તેના દ્વારા મળતી સૂચનાઓનો અમલ કરતા રહેજો.

હવે ત્રીજો રસ્તો છે કલ્પનાચિત્રોનો. તમે જે હાંસલ કરવા માગો છો તે જાણે કે બની જ રહ્યું હોય, સિદ્ધ થઇ રહ્યું હોય તે પ્રકારનાં ચિત્રો તમારા મનમાં ઉપસાવો. એ આખી ચિત્રમાળા તમે ફિલ્મનું એક દ્રશ્ય જોઇ રહ્યાં હો તે રીતે માણો. એવાં ચિત્રોની છાપ તમારા અર્ધજાગ્રત મન પર છપાતી જશે. જે લાભ તમે શાબ્દિક સૂચનો દ્વારા મેળવી શકો તે જ તમે કલ્પનાચિત્રો દ્વારા પણ સંપાદન કરી શકો છો.

કલ્પનાચિત્રોને વાસ્તવિક બનાવવા માટે એક અદભૂત પદ્ધતિ છે. તમે તમારા મનમાં એક સફેદ પડદાની કલ્પના કરો અને તેના ઉપર જે ઘ્યેય હાંસલ કરવા માગતા હોય તેનું ચિત્ર ઉપસાવો. ધારો કે તમારે ઉધોગપતિ બનવું હોય તો જે ઉધોગ સ્થાપવા માગો છો તેનું વારંવાર પુનરાવર્તન કરો, તમે ઉધોગપતિ બની જશો.

વિંઘ્ય પ્રદેશમાં આવેલા કુંડલીપુરના રાજા ભીષ્મકની પુત્રી રુકિમણી અલૌકિક સૌંદર્યવાન હતી. એના સૌંદર્યની સુવાસ ચોમેર પ્રસરેલી હતી. રુકિમણીની ઉમર જયારે પરણવાલાયક થઇ ત્યારે પોતાના અર્ધજાગ્રત મનમાં એવું કલ્પનાચિત્ર ઉપસાયેલું કે મારે જગતમાં જે સર્વશ્રેષ્ઠ નર હોય તેવો પતિ જોઇએ. માટે એવો અલૌકિક પતિ જોઇએ કે જેની આગળ મારું મસ્તક નમે.

રાજા ભીષ્મકની પાસે જે તપસ્વીઓ, ઋષિઓ, સંતો અને મહેમાનો આવતા તેમની પાસેથી રુકિમણીએ શ્રીકૃષ્ણનાં પરાક્રમો અને પ્રશંસા સાંભળી હતી. તેથી તેણે મનથી જ શ્રીકૃષ્ણને પોતાના હૃદયસમ્રાટ પતિ માની તેમની સાથે જ લગ્ન કરવાનું કલ્પનાચિત્ર પોતાના અર્ધજાગૃત મનમાં ઉપસાવ્યું અને શ્રીકૃષ્ણને પામવા તેનું સ્પષ્ટ પ્રોગ્રામિંગ કર્યું.

અર્ધજાગૃત મને કરેલા પ્રોગ્રામિંગ પ્રમાણે રુકિમણીએ પોતાના વિશ્વાસુ બ્રાહ્મણ દ્વારા શ્રીકૃષ્ણને પત્ર મોકલી પોતે જયારે પૂજન માટે દેવીના મંદિરે જાય છે ત્યારે પોતાનું હરણ કરાવ્યું અને પોતાના મનના માણિગરને પ્રાપ્ત કર્યો.

હિંદી ફિલ્મસૃષ્ટિના પ્રખ્યાત હીરો અમિતાભ બચ્ચનને ૧૯૮૨માં બેંગ્લોરમાં ‘કુલી’ પિકચરના શૂટિંગ દરમિયાન અકસ્માત થયો હતો અને ટેબલનો ખૂણો વાગવાથી પેટમાં અંદર રકતસ્ત્રાવ થવાનું શરૂ થયું હતું. અમિતાભ બચ્ચન જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા હતા. આખી દુનિયાના લોકો તેમની ગંભીર સ્થિતિ માટે ચિંતિત હતા.

એ સમયે એક નવતર પ્રયોગ થયેલો. દુનિયાના દરેક ધર્મના લોકોએ એક ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે તેમની તંદુરસ્તી માટે સમૂહપ્રાર્થના કરી હતી. એ પ્રાર્થનાની અસર અમિતાભ બચ્ચના અર્ધજાગ્રત મન પર અને તેમના શરીરની હીલિંગ સિસ્ટમ ઉપર થઇ. આ વૈજ્ઞાનિક સત્ય છે. માઇન્ડ પાવરથી હીલિંગ થઇ શકે છે અને અશકય લાગે તેવા રોગો પણ સારા થઇ શકે છે.

વ્યકિતને હિપ્નોટાઇઝ્ડ કરીને દર્દશામક દવા વગર તેના શરીર ઉપર વાઢકાપ થઇ શકે છે, આ કઇ રીતે શકય બને છે? આમાં ડૉકટર અથવા હિપ્નોટિસ્ટ દ્વારા દર્દીના જાગ્રત મનને સૂચનાઓ દ્વારા શાંત કરી દેવામાં આવે છે. ત્યાર પછી સૂચન દ્વારા એવું કહેવામાં આવે છે કે, ‘હવે તમને બિલકુલ દર્દ નથી.

તમારું દર્દ સંપૂર્ણ ગાયબ થઇ ગયું છે.’ એવાં સૂચનો સ્વીકારવાથી અર્ધજાગ્રત મન શરીરનું દર્દ ગાયબ કરી દે છે, તેથી દર્દશામક દવા વગર શસ્ત્રક્રિયા કરી શકાય છે. એ બતાવે છે કે દર્દ દૂર કરવાની શકિત અર્ધજાગ્રત મન પાસે છે!

લેખક ભૌતિકશાસ્ત્રના પૂર્વ અઘ્યાપક અને અમરનાથધામના મેનેજિંગ ટ્રસ્ટી છે.
Pro. Prahladbhai Patel